ટંકારાના વાઘગઢ ગામે લોકોને અતિશય દુર્ગંધ આવતી હોય જેથી તપાસ કરતા જમીનમાં જાનવરોને ફાડી ખાધેલ હાલતમાં જમીનમાં અર્ધ ડટાયેલ મૃતદેહ નજરે પડ્યો હતો જેથી તાત્કાલિક ગ્રામજનોએ ટંકારા પોલીસને જાણ કરી હતી.
જે બાદ ટંકારા પોલીસ તેમજ મોરબી એલસીબી ના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટંકારા મામલતદાર ની હાજરીમાં અર્ધ ડટાયેલ મૃતદેહને જામીન માંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો અને મોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ત્યારે બીજી બાજુ એલસીબી દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન મૃતક વાઘ ગઢ ગામે ખેતમજૂરી કરતા હીરાભાઈ વસ્તા ભાઈ ડાવરાનો હોવાનું સામે આવ્યું હતું જે બાદ એલસીબી દ્વારા હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકના પુત્ર પર આશંકા જતાં તેની પૂછપરછ શરૂ કરી હતી જે દરમિયાન મૃતકના પુત્ર પપ્પુ ડાવરા એ પોતાના પિતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને પ્રાથમિક માહિતી અનુસાર બન્ને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી જઈને હત્યા કરી હતી અને બાદમાં લાશને જામીન જેમ તેમ દાટી ને નીકળી ગયો હતો પરંતુ મૃતદેહ અર્ધ ડતાયેલ હાલતમાં હોવાથી જાનવરોને મૃતદેહના અમુક અંગો ફાડી ખાધા હતા અને આજુ બાજુના વિસ્તાર માં અતિશય દુર્ગંધ પ્રસરી ગાઈ હતી જેના કારણે આ સમગ્ર મામલાનો ભાંડા ફોડ થયો હતો.હાલ એલસીબી અને ટંકારા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી ને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.