Friday, May 8, 2026
HomeGujaratહળવદ:સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ: મદદગારીના...

હળવદ:સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ: મદદગારીના આરોપમાંથી એકનો નિર્દોષ છુટકારો

મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને એડીશનલ સેશન્સ કોર્ટે સગીર યુવતીને ભગાડી લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી આદિલ ઉર્ફે કાળો રહીમભાઈ બાવનીયાને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જ્યારે કેસમાં સહઆરોપી તરીકે સામેલ જયેશભાઈ હરિભાઈ રાઠોડને અપૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને કુલ રૂ.4.25 લાખ વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

 

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.15 ડિસેમ્બર 2023ના રોજ બનેલી ઘટનામાં આરોપી આદિલ રહીમભાઈ બાવનીયાએ 16 વર્ષીય સગીરાને તેના વાલીપણામાંથી ભગાડી અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે અવારનવાર શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ નીરજ ડી. કારીઆ દ્વારા 19 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે કોર્ટ દ્વારા આરોપી આદિલ બાવનીયાને ભારતીય દંડ સંહિતાની કલમ 363 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ, કલમ 376(2)(જે)(એન) હેઠળ 10 વર્ષની સખ્ત કેદ તથા કલમ 376(3) અને પોક્સો એક્ટની કલમ 4 તથા કલમ 5(એલ) સાથે વાંચતા કલમ 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત વિવિધ કલમો હેઠળ કુલ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તમામ સજાઓ એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. બીજી તરફ સહઆરોપી જયેશભાઈ હરિભાઈ રાઠોડ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટ દ્વારા ગુજરાત ભોગ બનનાર વળતર યોજના-2019 હેઠળ સગીરાને રૂ. 4 લાખ ઉપરાંત આરોપી દ્વારા ભરપાઈ થનારી દંડની રકમ સહિત કુલ રૂ. 4.25 લાખ વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ રકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનારને ચુકવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!