Friday, March 29, 2024
HomeNewsHalvadહળવદના સાપકડાં ગામે LRD પોલીસકર્મીએ ચૂંટણી ફરજ પર આપેલી સર્વિસ રિવોલ્વરમાંથી આત્મહત્યા...

હળવદના સાપકડાં ગામે LRD પોલીસકર્મીએ ચૂંટણી ફરજ પર આપેલી સર્વિસ રિવોલ્વરમાંથી આત્મહત્યા કરી લેતા ચકચાર

હળવદના સાપકડાં ગામના વતની અને લોકરક્ષક તરીકે મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભીએ પોતાને ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વર માંથી ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે જેમાં રાત્રીના આશરે 10 : 30 વાગ્યાની આસપાસ એલઆરડી પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા એ દરમ્યાન અચાનક જ ફાયરિંગ નો અવાજ આવતા પરિવાર જનો દોડી ગયા હતા અને અનિલ ડાભી ને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ ,મોરબી એસપી એસ.આર.ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ હળવદ દોડી ગયો હતો અને મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ પીએમ માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જો કે આ આત્મહત્યા કેમ કરી એ કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરન્તુ અનિલ ડાભીના છ માંસ પૂર્વે જ લગ્ન થયા હતાં ત્યારે આશાસ્પદ યુવાન અને લોકરક્ષક પોલીસકર્મી એ મોતને વ્હાલું કરી લેતા નાના એવા સાપકડાં ગામ અને પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!