Thursday, January 23, 2025
HomeGujaratહળવદ : અગાઉ લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી, ચાર...

હળવદ : અગાઉ લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી, ચાર શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુકેશભાઇ બળદેવભાઇ હડીયલ (ઉ.વ.૩૮, ધંધો ખેતી, રહે. ગોરી દરવાજા પાસે રામદેવપીરના મંદીર સામે, હળવદ) એ આરોપીઓ ભાગ્યેશભાઇ બ્રાહ્મણ, રાજભા રજપુત તથા બે અજણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી ભાગ્યેશભાઇ બ્રાહ્મણ પાસેથી પૈસા લીધેલ હોય જે પૈસા ફરીયાદીએ પરત આપી દીધેલ હોય તેમ છતા આરોપી ભાગ્યેશભાઇએ પૈસા લેવા ફરીયાદમાં જણાવેલ આરોપીઓને સીલ્વર કલરની ગાડી લઈ ફરીયાદી પાસે તા.૨૪નાં રોજ મોકલી પૈસાની ઉઘરાણી કરી તેમજ તા.૨૭નાં રોજ રાત્રે અગીયારેક વાગ્યે ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના ઘરનો દરવાજો ખખડાવી ફરીયાદીનાં માતાને ગાળો આપી તથા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!