Thursday, June 12, 2025
HomeGujaratહળવદ પોલીસે બે ચોરાઉ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

હળવદ પોલીસે બે ચોરાઉ મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

હળવદ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન બે શંકાસ્પદ ઇસમોને પકડી બંનેની કડક પૂછપરછ કરતાં બંને ઈસમોએ બે મોટર સાયકલ ચોરી કર્યાની કબૂલાત આપતા હળવદ પોલીસે બંને ઈસમોની અટકાયત કરી બે વાહન રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાએ મોરબી જીલ્લામાં વાહન ચોરીના બનેલ બનાવ અંગે ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે તેમજ ચોરીમાં ગયેલ વાહનો રીકવર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે. તે સુત્ર સાર્થક થાય તે અંગે પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફ મોરબી ચોકડી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે બે ઇસમો નીકળતા તેઓની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ ન મળતાં બંને ઇસમોને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોરબી જુના બસ સ્ટેશન તેમજ મોરબી પાડા પુલ નીચે રવીવારી બજારમાંથી બે મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી આરોપી મહેશભાઇ રાજુભાઇ વઢીયારા અને મનોજભાઇ વરસીંગભાઇ જહાચીયાની અટક કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ગુન્હો ડીટેક્ટ કર્યો હતો. બન્ને મોટર સાયકલ હિરો કંપનીનુ સ્પલેન્ડર મોટર સાયકલ રજી નં GJ 36 E 9057 અને બજાજ કંપનીનું પલ્સર મોટર સાયકલ રજી નંબર GJ 36 D 1028 રીકવર કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ બહાદુરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નીરૂભા, હરપાલસિંહ રાજુભાઇ, મુકેશભાઇ રઘુભાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!