મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક વિભાગમાં સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી છે માર્ગ અકસ્માતમાં ૧૯ વર્ષીય દર્દીને જમણા હાથના બાવળામાં, જમણા પગના થાપામાં, ગોઠણમાં અને પીંડીના હાડકામાં ખુલ્લા ઘાવ સાથે ફેક્ચર થયું હતું. જે બે મહિનાની જટિલ સર્જરી બાદ એક પછી એક ઑપરેશન પાર પાડવામાં આવ્યા હતાં. હાલ દર્દી એકદમ સ્વસ્થ છે અને હાલીચાલી શકે છે.
મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક વિભાગમાં દર્દીની જટિલ સર્જરી કરવામાં આવી છે. ૧૯ વર્ષીય દર્દીનું રોડ એક્સિડન્ટ થતાં જમણા હાથના બાવળામાં, જમણા પગના થાપામાં, ગોઠણમાં અને પીંડીના હાડકાનું ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું. જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયેલા હતા. ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી અને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ત્યારે ઓર્થોપેડિક ડોક્ટરોની ટીમ દ્વારા એક પછી એક દરેક જગ્યાએ ઓપરેશન કરીને દર્દીને બે જ મહિનામાં સાજો કરવામાં આવ્યો છે.હાલમાં દર્દી સ્વસ્થ અને ચાલી સકે છે. દર્દી અને તેમના સ્નેહીજનો દ્વારા આયુષ હોસ્પિટલ, ડોક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.