Friday, December 27, 2024
HomeNewsHalvadદાદા પાસે જે હોય તે લઈ લો ! હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક...

દાદા પાસે જે હોય તે લઈ લો ! હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક સીએનજી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી છરીની અણીએ વૃદ્ધ પાસેથી લૂંટ : પોલીસ ફરીયાદ

હળવદ છેલ્લા ઘણા સમયથી ક્રાઈમમાં ટોપ પર રહે છે ત્યારે આજે વધુ એક લૂંટની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે જેમાં હળવદ તાલુકનાં ઘનશ્યામ ગઢના વૃદ્ધને ગત ૦૩/૧૦/ના રોજ સીએનજી રીક્ષા ચાલકોએ બેસાડી ૭૪૦૦ રોકડા લૂંટી લીધા હતા જેની ફરીયાદ ૦૮/૧૦ ના રોજ નોંધાઇ હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં જાણે ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ અસ્તિત્વમાં આવતા રહે છે જેમાં થોડા દિવસ પૂર્વે માર્કેટિંગ યાર્ડમાંથી થેલામાંથી કાપો મારી રોકડ લઈ અમુક ઈસમો નાસી છૂટ્યા હતા હજુ એ વાત સમી નથી ત્યાં માનસીક અસ્થિર મહિલા પર દુષ્કર્મ થતા ફરિયાદ નોંધાઇ હતી જો કે એ પડઘમ શાંત થાય ત્યાં જ એક સગીર બાળક ગુમ થયો છે તો બીજી બાજુ ગત તા.૦૩ /૧૦/૨૦૨૦ના રોજ ઘનશ્યામગઢના વૃદ્ધ સાથે લૂંટનો ગંભીર ગુનો બન્યો હોવાની પોલીસ ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાતા હળવદ પોલીસની કામગીરી પર સવાલો ખડા થવા પામ્યાં છે

હળવદ પોલીસમથકેથી લૂંટના ગંભીર ગુનાની મળતી વિગતો મુજબ હળવદના ઘનશ્યામ ગઢના રહેવાસી અને નિવૃત બાવલભાઈ નાથાભાઇ ગોપાણી ઉ.વ.૭૫ નામના વૃદ્ધએ હળવદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા.૦૩/૧૦/૨૦૨૦ ના રોજ પોતાના ઘનશ્યામગઢ ગામેથી હળવદ માર્કેટીંગ યાર્ડમાં સવારે આઠ વાગ્યાની આસપાસ આવેલા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ પૂર્ણ થયા બાદ ગેઇટ પાસે અગિયાર વાગ્યાની આસપાસ ઉભા હતા ત્યારે એક સીએનજી રીક્ષા આવી હતી અને હળવદ ગામમાં આવવું છે તેમ કહેતા હું તે રિક્ષામાં હળવદ શહેરમાં જવા બેસ્યો હતો એ સમયમાં થોડા આગળ જતાં રિક્ષા ચાલકે પાછળ બેઠેલા બે ઇસમોને દાદા પાસે જે હોય તે લઈ લો તેમ કહેતા પાછળ બેઠેલા વ્યક્તિએ મને છરી બતાવી રાડો પાડતો નહિ તેમ કહી જે હોય તે આપી દે તેવું કહેતા રોકડા ૭૪૦૦ રૂપિયા લૂંટી અને સર્કિટ હાઉસ નજીક ઉતારી દીધો હતો બાદમાં રિક્ષાના નમ્બર જોતા ૦૬૨૬ માલુમ પડ્યા હતાં જો કે બાદમાં આ બાબતની જાણ માર્કેટિંગ યાર્ડમાં આવી સંબંધી મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલને કરતા તેઓએ રીક્ષા ચાલક સહિત ત્રણેય ઇસમોની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓની ક્યાંય ભાળ મળી નહતી જો કે આ બનાવની જાણ પ્રૌઢે અમદાવાદ રહેતા પુત્રોને કરતા આજે તેઓ આવતા મેં પાંચ દિવસ બાદ રિક્ષા ચાલક સહિત ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ૩૯૨,૫૦૬(૨),૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!