Wednesday, December 4, 2024
HomeNewsHalvadહળવદના વેગડવાવ ગામના યુવાનની હત્યામાં ત્રણ વ્યક્તિઓ સામે પિતાએ ફરીયાદ નોંધાવી :...

હળવદના વેગડવાવ ગામના યુવાનની હત્યામાં ત્રણ વ્યક્તિઓ સામે પિતાએ ફરીયાદ નોંધાવી : પ્રેમ પ્રકરણમાં આગ ચાંપી કાસળ કાઢી નાખ્યું 

 

- Advertisement -
- Advertisement -

હળવદના વેગડવાવ ગામે બે દિવસ પૂર્વે ગામમાં આવેલા હનુમાનજી ની જગ્યામાં આવેલ રૂમમાં સુતેલા વિક્રમ હરેશભાઇ પીપળીયા નામના યુવાનને આગ ચાંપી ત્રણ શખ્સો નાસી છૂટયા હતા બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવાર માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે લીધેલા ડીડી નિવેદન દરમ્યાન યુવાને તેના જ કૌટુંબિક ત્રણ ઈસમો તરફ આંગળી ચીંધી હતી જેમાં આજે યુવાન વિક્રમ ની સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો

મૃતક યુવાન વિક્રમના પિતા હરેશભાઈ પીપળીયા દ્વારા તેના જ ગામના અને કૌટુંબિક થતાં મહાદેવ કાનજીભાઈ પીપળીયા, દિનેશ કાનજીભાઈ પીપળીયા અને સુરેશ કાનજીભાઈ પીપળીયા સહિતના ત્રણેય ભાઈઓ દ્વારા મળી અને તેના આશાસ્પદ યુવાન પુત્ર નું કાસળ કાઢી નાંખ્યા ની પોલીસ ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી છે પિતાએ આક્ષેપ કર્યા છે કે તેના પુત્ર વિક્રમ ને કૌટુંબિક ભાઈ મહાદેવ કાનજીભાઈ પીપળીયા ની પુત્રી સાથે પ્રેમ સબંધ હોય અવાર નવાર તેઓ તેના પુત્ર વિક્રમને ધમકાવતા રહેતા હતા જેમાં અગાઉ પણ તેઓએ વિક્રમ ના બાઈક ને સળગાવી નાખ્યું હતું ત્યારે આ વખતે વિક્રમ ને જ સળગાવી દઈને આરોપીઓએ તેના બાવીસ વર્ષના યુવાન પુત્ર વિક્રમ ને મોતને ઘાટ ઉતારી દીધો છે હાલ આ મામલે હળવદ પોલીસે તાબડતોબ ગુનો નોંધી સાક્ષીઓ પુરાવા અને મૃતક યુવાન દ્વારા આપેલું ડીડી નિવેદન માં આધારે તપાસ હાથ ધરી અને ફોરેન્સિક પંચનામુ કરાવી આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!