Thursday, April 25, 2024
HomeGujaratહળવદના GIDC વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીકી હત્યા : મૃતદેહને પીએમ અર્થે...

હળવદના GIDC વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીકી હત્યા : મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ ખસેડવામાં આવ્યો : મશ્કરી હત્યા સુધી પહોંચી ગઈ.!!!

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પાન ના ગલ્લે મસ્તીમાં ઉગ્ર બોલાચાલી બાદ મિત્રના હાથે મિત્રની હત્યા : પોલીસે પાંચ પૈકી બે શકમંદ ની અટકાયત કરી તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

મોરબીના હળવદ ખાતે આજે મોડી સાંજે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં હળવદ જીઆઈડીસી નજીક આવેલી પાંનની દુકાને મોડી સાંજે
મૃતક યુવાન અવેશ જંગિયા, આરીફ જામ ,હૈદર મોવર
કાસમ ઈસા કાજડિયા,અબ્દુલ ઇસા કાજડિયા,ગફુર ઇસા કાજડિયા સહિતના મિત્રો ભેગા થયા હતા અને બાદમાં મસ્તી કરતા હતા જો કે આ મસ્તએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હાજર પાંચ ઈસમોએ પ્રથમ બોલાચાલી કર્યા બાદ અવેશ કાસમભાઇ જંગિયા (મીયાણા) ઉ.૧૮ નામના યુવાનને માથાનાં ભાગે ધોકો અને છરી મારી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર મળે એ પહેલાં જ યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટયો હતો બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોઆ બનાવ અંગે
હળવદ પોલીસે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે આવી તપાસ શરૂ કરી છે સાથે જ આ બનાવમાં સંડોવણી ધરાવતા બે ઈસમોને શંકાના દાયરામાં લઈને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!