Saturday, April 27, 2024
HomeGujaratહળવદ : જુના દેવળીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૬ ઝડપાયા

હળવદ : જુના દેવળીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૬ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી હળવદના જુના દેવળીયા ગામે ઘાંચી પ્લોટ મંદિર પાસે વોકળાના કાંઠે જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતાં નારાયણભાઈ મોહનભાઈ લાંઘા(ઉ.વ.૭૦), શામજીભાઈ નરશીભાઈ ભોરણીયા(ઉ.વ.૫૧), જયંતીભાઈ ઉર્ફે વિનો રતિભાઈ મોરવાડીયા(ઉ.વ.૨૭), મનસુખભાઈ ઉર્ફે રસો લક્ષ્મણભાઈ સાતોલા(ઉ.વ.૩૬), હનુભા પ્રભાતસંગ પરમાર(ઉ.વ.૬૦) તથા અમરશીભાઈ હરજીભાઈ અઘારા(ઉ.વ.૭૦) વાળાઓને રોકડા રૂ. ૧૦,૦૩૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!