હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે માતાજીના મંદિર પાસે શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા જીજ્ઞેશભાઈ નારુભાઈ ચારોલા, દેવાભાઈ ખોડાભાઇ મરીયા, મહેશભાઈ ધરમશીભાઇ ચારોલા, વિનુભાઇ ઉર્ફે વિભો દેવશીભાઈ રાતૈયા, લાલજીભાઈ દેવશીભાઈ રાતૈયા, રમેશભાઈ ગોરધનભાઈ ચારોલા અને બળદેવભાઈ ભીખાભાઈ કોપણીયા એમ કુલ સાત ઈસમોને રોકડા રૂ. ૧૪,૭૬૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.