બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરસોતમભાઇ ઝવેરભાઇ કૈલા (ઉ.વ.૬૦, ધંધો-વેપાર, રહે. હળવદ ચંદ્રપાર્ક સરા રોડ તા હળવદ) એ આરોપીઓ કલ્પેશભાઇ લવજીભાઇ એરવાડીયા, પ્રદિપભાઇ લવજીભાઇ એરવાડીયા તથા એક અજાણ્યો વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સરદાર એસ્ટેટ તુલસી પી.વી.સી.પાઇપના કારખાનામા હળવદ ખાતે ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળી લોખંડના પાઇપ તથા ધારીયા જેવા હથીયારથી ફરીયાદીની ઓફીસમા તોડફોડ કરી નુકશાન પહોચાડી ઓફિસમા ગેરકાયદેસર અપપ્રવેશ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી લોખંડના પાઇપ તથા ધારીયા વતી બન્ને હાથમા તથા જમણા ખંભાના પાસળીના ભાગે ફેક્ચર તથા માથાના અને પગના ભાગે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટ્યા હતા. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદનાં આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩,૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૫૨,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.