Friday, May 10, 2024
HomeGujaratવાંકાનેર : વઘાસિયા ગામે ફેન્સીંગ બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનારા બે...

વાંકાનેર : વઘાસિયા ગામે ફેન્સીંગ બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનારા બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મામદભાઈ મીરાજીભાઈ માથકીયા (ઉ.વ. ૭૦ ધંધો ખેતી રહે જુના વઘાસીયા તા. વાકાનેર)એ આરોપીઓ શાંતુભા ખુમાનસીહ ઝાલા, પ્રદીપસિહ ઉર્ફે પદુભા બળુભા ઝાલા (રહે.બન્ને વઘાસીયા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ આશરે સવારના દશેક વાગ્યાના સુમારે ફરીયાદીની માલીકીની વઘાસીયા ગામની સર્વે નંબર ૬૬ પૈકી ૩મા હેકટર ૪-૧૪-૮૦ ની જમીન પચાવી પાડવાના આશયથી ફરીયાદી તથા સાહેદ બસીરભાઇ ફતેભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અનઅધિકૃત રીતે કબ્જો કરી જમીન ફરતે ફેન્સીગ વાળી લીધી હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના રાધીકા ભારાઈ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!