Sunday, December 29, 2024
HomeGujaratહળવદ : ડુંગરપુર ગામે જમીનના ઝઘડામાં યુવાનને કુહાડીના ઘા માર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : ડુંગરપુર ગામે જમીનના ઝઘડામાં યુવાનને કુહાડીના ઘા માર્યાની ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાનાં ડુંગરપુર ગામે રહેતા મનુભાઇ સોમાભાઇ દલસાણીયા (ઉ.વ ૪૨) એ આરોપી ધીરૂભાઇ દેહરભાઇ દલસાણીયા (રહે. ડુંગરપુર, તા. હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા ડુંગરપુર ગામની સીમમા ખોડીયાર ધાર વાડીએ આરોપીને તથા તેના ભાઇ દિપાભાઇને જમીન બાબતે ઝઘડો હોય અને સાહેદ દિપાભાઇ ફરીયાદી મનુભાઈની વાડીએ તેઓનાં ઘરે આવી અને મનુભાઈને કહેલ કે આરોપી મને મારવા આવે છે જેથી ફરીયાદી મનુભાઈએ દિપાભાઈને તેઓનાં ઘરમા મોકલી દીધેલ તે આરોપીને સારું નહી લાગતાં આરોપીએ તેના હાથમાંની કુહાડી ફરીયાદી મનુભાઈને માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!