Wednesday, November 13, 2024
HomeGujaratહળવદ : સુસવાવ ગામે ખેતરમાં બકરાં ચરાવવા બાબતે મારામારી, ફરિયાદ નોંધાઈ

હળવદ : સુસવાવ ગામે ખેતરમાં બકરાં ચરાવવા બાબતે મારામારી, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવિણભાઇ નાગરભાઇ ચાવડાએ માલ ઢોર ચરાવનાર બે અજાણ્યા માણસો (બંને રહે. કડીયાણા ગામ) તથા લાલ કલરનુ ટ્રેકટર નં.જીજે-૧૩-એએચ-૧૮૬૮ વાળા ટ્રેક્ટરના ચાલક સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૨ના રોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામા આરોપીએ તેના ખેતરના શેઢે વિટાળેલ તાર તોડી નુકશાન કર્યું હતું. અને બકરા ફરીયાદીના ખેતરના શેઢે આવવા દેતા હતા. આ બાબતે ફરિયાદી આરોપી સાથે વાત કરવા જતા આરોપીએ ઉશ્કેરાય જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. તથા પાછળથી બીજા બે અજાણ્યા આરોપીઓએ આવી ફરીયાદીને લાકડી વડે ઢીક્કા પાટુનો માર માર્યો હતો. ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!