Wednesday, December 4, 2024
HomeGujaratમધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબીથી ઝડપાયો

મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબીથી ઝડપાયો

મધ્યપ્રદેશ રાજ્યનાં ઉજ્જૈન જીલ્લાનાં નાનાખેડા પો.સ્ટે.નાં અપહરણ નાં ગુન્હાનાં આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબી

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાંથી તેમજ અન્ય રાજયમાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા મળેલી સુચનાને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પીઆઇ વી.બી.જાડેજાએ સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપતા પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ.નંદલાલ વરમોરાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મધ્યપ્રદેશ રાજયના ઉજ્જૈન જિલ્લાના નાનાખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૫૩૪૨૦૨૦ આઈ.પી.સી.ક. ૩૬૩, મુજબના ગુન્હાનો આરોપી ભોગબનનારને ભગાડી અપહરણ કરી મોરબી-હળવદ રોડ તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સરજુ સીરામીકમાં રહેતો હોવાની સચોટ બાતમી મળી હતી. જે બાતમીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીગ યુનીટ મોરબીના એ.એસ.આઇ. હીરાભાઇ,મનજીભાઇ ચાવડા સાથે ટીમ બનાવી તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સરજુ સીરામીકમાં તપાસ કરતા આરોપી તેજુ લાખનસીંગ નાયક (ઉ.વ. ૨૮,રહે. સેવરખેડી તા. જી. ઉજજૈન (એમ.પી.)) વાળો તથા ભોગબનનાર મળી આવતા બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે નાનાખેડા પોલીસ સ્ટેશનની ટીમને સોપવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સફળ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, ASI હીરાભાઇ ચાવડા, રજનિકાંત કૈલા, HC દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા વિગેરેએ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!