Thursday, April 18, 2024
HomeGujaratહળવદ: કવાડીયા ગામના પાટીયા નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ

હળવદ: કવાડીયા ગામના પાટીયા નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ

હળવદ : હળવદના કવાડિયા ગામના પાટિયા નજીક કોલસો ભરેલ ટ્રકમાં આગ લાગતા આગ બુઝવવા ફાયર બ્રિગેડની ટિમો દોડી ગઈ હતી.જો કે એ પહેલાં જ ટ્રકની કેબીન સહિતનો ભાગ ભસ્મીભૂત થઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તરફથી કોલસો ભરી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકમાં હળવદના કવાડિયા ગામ નજીક અચાનક આગ ભભૂકી ઉઠતા હાઇવે ઉપર અફડાતફડી મચી ગઇ હતી, આગની ઘટનાની જાણ થતાં હળવદ ફાયર બ્રિગેડની ટિમ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં ટ્રક ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે અને આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!