Monday, May 23, 2022
HomeGujaratમોરબી : રામધાટ નજીક દસ વર્ષ અગાઉના પ્રેમ સંબધનો ખાર રાખી છરીના...

મોરબી : રામધાટ નજીક દસ વર્ષ અગાઉના પ્રેમ સંબધનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રામધાટ નજીક રાત્રીના રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે મરણ જનાર રફીક ઉર્ફે ગુલાબના પિતા અબ્બાસભાઈ રફાઈએ ફરિયાદ નોંધાવી છે કે રફીક ઉર્ફે ગુલાબને આરોપી રીયાઝ ઉર્ફે રિયાકત હાજીભાઇ ખુરેશીની બહેન સાથે દસ વર્ષ પહેલા પ્રેમ સબંધ હોય જેનું આગાઉ સમાધાન થઇ ગયેલ હોય તેમ છતાં આરોપી રીયાઝ ખુરેશીએ તે બાબતનો ખાર રાખી તિક્ષ્ણ હથિયાર છરી વડે છાતીના ભાગે તથા ડાબા હાથે તથા જમણા પગે ઘા મારી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપી રીયાઝ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!