હળવદ પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૮ તથા બીયર ટીન નંગ ૧૪૪ મળી કુલ કિ.રૂ ૧૬,૮૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે પીઆઈ પી.એ દેકાવાડીયાએ આયોજન કરી પ્રોહી/જુગારની કામગીરી કરવા માણસોને સુચના કરી જે અનુસંધાને ગઈકાલે પીએસઆઈ પી.જી.પનારા, પો.હેડ.કોન્સ કીશોરભાઇ ઘેલાભાઇ પારધી, પો.હેડ.કોન્સ વિક્રમભાઇ ઠાકરશીભાઇ શીહોરા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, પો.કોન્સ. મુમાભાઇ ગોવીંદભાઇ તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર, પો.કોન્સ. યોગેશદાન કીશોરદાન ગઢવી સહિતનાઓ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે હળવદ તાલુકાના સાપકડા ગામના જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા સુખદેવસિંહ ઝાલા વાળાના મકાનમાં તપાસ કરતા મકાનમા રસોડાની બાજુમા સ્ટોર રૂમમા એક ખુણામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગલીશ દારૂની બોટલ નંગ ૦૮ તથા બીયરનાં ટીન નંગ ૧૪૪ મળી કુલ કિ.રૂ ૧૬,૮૦૦/-નો મુદામાલ મળી આવતા આરોપી જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા સુખદેવસિંહ ઝાલા (રહે સાપકડા તા.હળવદ) તથા આ ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (રહે સુરેન્દ્રનગર, દયામય સ્કુલની બાજુમાં) વિરુધ્ધમાં હળવદ પોલીસ સ્ટેશન પ્રોહિ.એકટ કલમ ૬૬(૧)બી,૬૫ એ,ઇ,૧૧૬બી,૮૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.