હળવદ: ભારતમાતાની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૮ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા હળવદ તાલુકાના રણજીતગભ ગામના દિલીપભાઈ જસમતભાઈ સોનગરા રણજીતગઢ ગામે આવી પહોંચતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ દેશભક્તિના ગીતો સંગીત સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢી મોટી સંખ્યામાં દેશપ્રેમી યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના નાના એવા રણજીતગઢ ગામે રહેતા દિલીપભાઇ જસમતભાઇ સોનગરાએ પોતાના જીવનના ૧૮ વર્ષ દેશની સરહદના રખોપા કરી નિવૃત થતા માદરેવતન રણજીત ગઢ આવતા ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતુ સાથે જ દિલીપભાઈની દેશસેવાને ગ્રામજનો સહિત હાજર રહેલ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી આ પ્રસંગે સમગ્ર ગામ હિલોરે ચડ્યું હતું. ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. નિવૃત્ત આર્મી જવાન દિલીપભાઈ સોનગરાએ સ્વાગત-સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હૂ જરૂરી માર્ગદર્શન આપીશ અને દેશ સેવામાં જોડવા આહવાન કરું છું આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.