બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ છોટાઉદેપુરના નસવાડી તાલુકાનાં રહેવાસી અને હાલમાં હળવદના ચંદ્રગઢ ગામે ઇશ્વરભાઇ દલવાડીની વાડીએ રહેતા જશીબેન અશોકભાઇ ડુભીલ(ઉ.વ.૨૨)એ હળવદ તાલુકા પોલીસે સ્ટેશનમાં કમલેશભાઇ રામજીભાઇ ભીલ (રહે. હાલ હીરાભાઇ માવજીભાઇ દલવાડીની વાડીમાં) વાળાની સામે તેના પતિને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે કે ચંદ્રગઢ ગામની સીમમાં હીરાભાઇ માવજીભાઇ દલવાડીની વાડીએ આરોપીએ ફરીયાદીના પતિને બોલાવ્યો હતો અને ત્યાં પોતે પોતાની પત્નિ સાથે ઝઘડો કરતો હતો. જેથી ભોગ બનનાર અશોકભાઈ આરોપીનો સાળો થતો હોય અને પોતાની બહેનને તેનો ઘરવાળો કમલેશ ગાળો આપતો હોય ઝઘડો કરી રહેલા બેન-બનેવીને ઠપકો આપતા આરોપી કમલેશે લોખંડનો પાટો (ચોપડો) ફરીયાદીના પતિને મોઢાના ભાગે તથા પગના ભાગે મારી મોઢાના ભાગે, કપાળના ભાગે તથા નાકના ભાગે ફેક્યર જેવી ઇજા કરી હતી. આ દરમ્યાન ફરિયાદીના નણંદ કપિલાબેનને તથા ભોગબનનારને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. બનાવની તપાસ હળવદ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. જી. પારધી ચલાવી રહ્યા છે.