Saturday, April 27, 2024
HomeGujaratબંગાળમાં ચુંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં હળવદ ભાજપ દ્વારા ધરણા...

બંગાળમાં ચુંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં હળવદ ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરી આવેદન પાઠવવામાં આવ્યું

બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચુંટણી સંપન્ન થઇ હોય અને ટીએમસી પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે જોકે ચુંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હોય અને ભાજપ કાર્યકરોને નિશાન બનાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ભાજપ દ્વારા રાજ્ય અને દેશમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં આજે હળવદ ખાતે ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યુ હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર, ક્ષેત્રીય સયોજક બજરંગ દળ, ગુજરાત ધર્મેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ દવે, રમેશભાઈ ભગત, અશ્વિનભાઈ દલવાડી, હિતેશભાઈ લોરીયા, તપનભાઈ દવે, કેતનભાઈ, નરેન્દ્રસિંહ ઝાલા, વગેરે કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!