Friday, December 27, 2024
HomeGujaratહળવદ : કન્ટેનરનું તાળુ તોડી રૂ. 25 હજારના ટી-શર્ટોની ચોરી

હળવદ : કન્ટેનરનું તાળુ તોડી રૂ. 25 હજારના ટી-શર્ટોની ચોરી

ચોરીનાં આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬ના રોજ હળવદ બાયપાસ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે દિલીપકુમાર નંદલાલજી નાયક(ઉ.વ.૫૦, ધંધો – ડ્રાઈવીંગ, રહે. શાદુલપુર તા. રાજગઢ જી. ચુરૂ, રાજસ્થાન) વાળાનાં ટ્રક નં. એનએલ-૦૧-એબી-૯૫૦૦ના કન્ટેનરનું તાળુ તોડી કન્ટેનરમાં રાખેલ ટીશર્ટના ૫ કાર્ટૂન (કિં.રૂ. ૨૫,૦૦૦/-)ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!