હળવદના નામાંકિત બિલ્ડર અશોકભાઈ રાજપરા (અશોકમામા) ના પૌત્ર જ્યોતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પૌત્રનાં જન્મ દિવસે બિલ્ડરે શ્રી રામ ગૌશાળામાં ૫૧,૦૦૦ નું અનુદાન આપી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
હળવદના નામાંકિત બિલ્ડર અશોકભાઈ રાજપરા (અશોક મામા) એ પોતાના પૌત્ર જ્યોતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળામાં ૫૧,૦૦૦ રૂપિયાનું અનુદાન આપી અને પોતાના પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામ ગૌશાળામાં આશરે ૭૦૦ જેટલી ગૌમાતા અને ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે. અને ગૌશાળા દ્વારા બીમાર અશક્ત ગૌવંશ માટે એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત છે. ત્યારે આ ગૌશાળાના નિભાવ માટે રાજપરા પરિવાર દ્વારા પોતાના લાડકવાયા દીકરા જ્યોતના જન્મદિવસ નિમિત્તે રૂપિયા ૫૧,૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારે શ્રી રામ ગૌશાળા ના સંચાલકો દ્વારા આ સુંદર કાર્ય બદલ રાજપરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના સમયમાં આ પ્રકારે સેવાકાર્ય કરી ઉજવણી કરતા અન્ય લોકો માટે પ્રેરણારૂપ પ્રસંગ કહી શકાય અને અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર છે.