Saturday, May 11, 2024
HomeGujaratમોરબીમાંથી ઝડપાયેલ કફ સીરપના જંગી જથ્થાનો મામલો : પોલીસે ગોડાઉન સંચાલકની કરી...

મોરબીમાંથી ઝડપાયેલ કફ સીરપના જંગી જથ્થાનો મામલો : પોલીસે ગોડાઉન સંચાલકની કરી ધરપકડ

મોરબીના લાતીપ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી પોલીસે થોડા દિવસો પૂર્વે 20 લાખથી વધુનો નશાયુક્ત સીરપનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક ઈસમને દબોચી લીધો હતો. જયારે ગોડાઉન સંચાલક સ્થળ પરથી મળી ન આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે ગોડાઉન સંચાલકને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૪/૦૩/૨૦૨૪ ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્રારા મોરબી લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ, ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૧૦,૦૦૦ બોટલોનો રૂ.૨૦,૫૪,૮૦૦ તથા ૧ મોબાઇલનો રૂ. ૫,૦૦૦/-નો જથ્થો મળી કુલ રૂ.૨૦,૫૯,૮૦૦/-નો મુદામાલ શોધી કાઢી આશીફ આમદભાઇ સીપાઇ (રહે.વાવડીરોડ ભારતપાન વાળી શેરી મોરબી)ને ઝડપી પાડ્યો હતો. જયારે ગોપાલ પરબતભઇ ભરવાડ (રહે.રાજકોટ નવાગામ)ને અટક કરવાનો બાકી હોય અને આ ગુનાની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. કે.એ.વાળા કરતા હોય જેઓએ ગઈકાલે ગોપાલ પરબતભઇ સીંધવ (રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ)ને શોધી કાઢી ધરપકડ કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!