બચપન બચાવો આંદોલનના ગુજરાતનાં સ્ટેટ કો-ઓર્ડીનેટર દામીનીબેન પટેલનાં પ્રયાસો સફળ થયાં
બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર શ્રમ અધિકારી મેહુલ મગનભાઇ હીરાણી પટેલે આરોપીઓ શેરડીના ચિંચોડાના માલિક વિજયભાઇ ત્રિભોવનભાઇ ચૌહાણ (રહે.દલવાડી વાસ, ચરાડવા તા.હળવદ, જી. મોરબી) બાળકના પિતા જયંતિભાઇ કલાભાઇ ચૌહાણ (રહે.ક્રિષ્ના હોટલ પાસે ઝુપડપટ્ટીમા, હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧ ના રોજ સાંજના છ વાગ્યે શ્રમ અધિકારીએ મોરબી ચોકડી હળવદ ટાઉન પાસે શેરડીના ચિચોડે ૧૧ વર્ષની બાળક આ શેરડીના ચિચોડે જોખમી મજૂરી કામ કરતો હતો. આ શેરડીના ચિચોડે જોખમી મજૂરી કામ દરમિયાન ૧૧ વર્ષના બાળકનો હાથ શેરડી પીલવાના મશીનમાં આવી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. આથી શ્રમ અધિકારી મેહુલભાઈ મગનભાઈ હીરાણીએ આ અંગે તપાસ કર્યા બાદ શેરડીનો ચિચોડો ધરાવતા માલિક સામે બાળકને જોખમી મજૂરી કામ કરવા બદલ તેમજ બાળકના પિતાએ પોતાના નાના ભોગબનનાર બાળકને આર્થિક લાભ માટે આરોપીના શેરડીના ચિચોડામાં મજુરી કામે મોકલતા ગંભીર ઇજા થવા અંગે ગુન્હો નોંધાવ્યો છે. આથી, હળવદ પોલીસે બાળ તથા તરૂણ કામદાર અધિનિયમ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની કલમ હેઠળ ૭૫ તથા ૭૯ બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.