Friday, April 26, 2024
HomeGujaratહળવદ : અકસ્માતમાં ગાડીમાં થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા યુવાનને માર માર્યો,...

હળવદ : અકસ્માતમાં ગાડીમાં થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે રહેતા ભુપતભાઈ હેમુભાઈ મકવાણા (ઉં.વ.૪૨) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ જયદીપ માવજીભાઈ દલવાડી (રહે.જુના અમરાપર તા.હળવદ) અને દીપકભાઈ ઈશ્વરભાઈ ચાવડા (રહે. સાપકડા તા.હળવદ) વાળાએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં થયેલ અકસ્માતમાં ગાડીને થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા માટે ફરિયાદીને પીવીસી પાઈપ અને ઢીકાપાટુંનો મુંઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ પોલીસ નહિ હોવા છતાં પોલીસની ઓળખ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!