Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ:વ્યાજખોરોના ત્રાસથી આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

હળવદ:વ્યાજખોરોના ત્રાસથી આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતાં પરિવારજનો. સરકારી હોસ્પિટલમાં પરિવારજનો એકઠા થયા. વ્યાજખોરોની ધાક ધમકીથી કંટાળી દવા પીધી, વ્યાજખોર બીજું કોઈ નહીં સગો બનેવી જ હતો

- Advertisement -
- Advertisement -

હળવદની રઘુનંદન સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાથી રહેતા અને ફેબ્રીકેશન નું કામ કરતા પ્રતીકકુમાર બાબુભાઈ લુહાર ઉંમર વર્ષ ૪૨ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યુ હતુ. જ્યાં સુધી વ્યાજખોરોની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પરિવારજનોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રઘુનંદન સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાથી રહેતા પ્રતીકકુમાર બાબુભાઈ લુહાર ઉમર વર્ષ ૪૨ જેવો ફેબ્રીકેશન નું કામ કરે છે તેવો હાલ કલોલ પંચવટી સોસાયટી ખાતે રહે છે. તેના સગા બનેવી જીતુભાઈ પટેલ પાસેથી રૂપિયા વ્યાજ લીધા હતા જે પરત ન કરતા અવારનવાર જીતુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, લાલા મહારાજ અને હકામહારાજ વ્યાજખોરો અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.જે ત્રાસના કારણે છેલ્લા એક મહિનાથી પ્રતીકભાઈ કલોલ મુકામે જતા રહ્યા હતા છતાં પણ આ વ્યાજખોરો ત્રાસ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યાની આજુબાજુ એ કલોલ વર્કશોપ બ્રિજની બાજુમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક તેમના પત્ની આશાબેને પુત્ર-પુત્રી અને કુટુંબીજનો તેમણે હળવદ તેમના મોટાભાઈ બકાભાઈ ના ઘરે લઈ આવ્યા હતા જ્યાં તેમના બેન અંજુબેન વાઈફ ઓફ જીતુભાઈ પટેલ એ કીધું કે હોસ્પિટલ જવાનું નથી માતાજી બધું ઠીક કરી દેશે અંધશ્રધ્ધા રાખીને દવાખાને લઈ જવાની ના પાડી હતી.ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ એ પ્રતીકભાઇ નું મોત નીપજયું હતું ત્યારબાદ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડો હિરલબેન પટેલે મૃત જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પરિવારજનો અને તેમના પત્ની આશાબેન નો એક જ અવાજ હતો કે મારા પતિએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે મારા પતિ ને વ્યાજખોરો અવારનવાર ધાક ધમકીઓ માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા. જ્યાં સુધી આ વ્યાજખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મારા પતિની લાશ અમે સ્વીકારીશું નહીં, ઘટનાની જાણ થતા હળવદ બીટ જમાદાર ભરતભાઈ આલ સહિત સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!