વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ માટે દેશભરમાં પહેલા તબક્કામાં પહેલી હરોળના કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષ થી વધુ વયનાં વરિષ્ઠ નાગરિકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી અને તેની કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી અને તે સુરક્ષિત છે ત્યારે આજે ૧ એપ્રિલ થી બીજા તબક્કા માં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો ને કોરોના પ્રતિરોધક વેકસીન આપવાનો પ્રારંભ થયો છે ત્યારે આજે પ્રથમ દિવસે હળવદના કિશોરભાઈ એરવાડિયા એ હળવદ તાલુકા ના ૪૫ વર્ષથી વધુ વયનાં લોકોને વેકશીનેશનસ આપવાના તબક્કા માં સર્વ પ્રથમ વેકસીન લીધી છે. અને તેઓએ અન્ય ૪૫ વર્ષથી વધુ વયનાં નાગરિકોને વેકસીન લેવા માટે અનુરોધ કર્યો છે.
હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવેએ પણ ૪૫ વર્ષથી વધુ વયનાં નાગરિકોને વેકસીન લેવા માટે જાહેર અપીલ કરી છે. હળવદની સરકારી હોસ્પિટલ સહિત નક્કી કરેલ પ્રાઇવેટ હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તાર માં આવેલ સરકારી દવાખાનામાં વેકશીનેશન કાર્યક્રમ કાર્યરત હોઈ જેનો લાભ લેવા હળવદના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે