Sunday, January 5, 2025
HomeGujaratહળવદ : કડીયાણા ગામે 'તુ અમારી સામે કેમ કતરાય છે' તેમ કહી...

હળવદ : કડીયાણા ગામે ‘તુ અમારી સામે કેમ કતરાય છે’ તેમ કહી ચાર શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં કડિયાણા ગામે રહેતા રાયમલભાઈ સવાભાઇ ઠુંગાએ આરોપીઓ અંકિત જાદવજીભાઈ કોળી, વનરાજ જાદવજીભાઈ, હકા સમરતભાઈ કોળી, જાદવજીભાઈ કાનજીભાઈ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેનો ભત્રીજો ડ્રાઈવરને બોલાવવા જતા આરોપીઓ ત્યાં બેઠા હોય અને તે બાજુ જોતા આરોપી અંકિત કોળીએ તું અમારી સામે કેમ કતરાય છે કહીને લાફો મારતા ફરિયાદી રાયમલભાઈ ઠુંગા તેને સમજાવવા જતા અંકિત કોળીએ હાથમાં રહેલ તલવારનો એક ઘા કરતા રાયમલભાઈને ઈજા કરી હતી અને જીવણભાઈને ડાબા હાથે ઈજા કરી તેમજ કુહાડીનો ઘા કરતા નવઘણભાઈને ઈજા કરી હતી. તેમજ આરોપીઓ અંકિત જાદવજી કોળી, વનરાજ જાદવજી, હકા સમરત કોળી અને જાદવજી કોળી રહે બધા કડીયાણા વાળાએ છરી કુહાડી અને તલવાર જેવા હથિયારો ધારણ કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરના ઘા કરી ઈજા કરી હતી હળવદ પોલીસે મારામારીના બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!