Sunday, December 29, 2024
HomeGujaratહળવદ : ઘણાંદ ગામે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ...

હળવદ : ઘણાંદ ગામે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

હળવદ તાલુકાનાં જુના રાણેકપર ગામે રહેતા અને ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ કરમશીભાઈ દોરાળાએ આરોપી મેલાભાઈ રણછોડભાઈ કોળી, ચેતનભાઈ રાણા કોળી તથા પ્રવિણભાઈ રાણાભાઈ કોળી (રહે.બધા ઘણાદ તા. હળવદ) વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીની માલિકીની ઘણાંદ ગામના સર્વે નં.૧૬૫ વાળી જમીન હે-૪ આરે-૩૪ ચો.મી.-૦૩ વાળી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી છે. હળવદ પોલીસે બનાવની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ એસસી/એસટી સેલનાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!