Thursday, October 10, 2024
HomeGujaratહળવદ : ચરાડવા ગામે જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ...

હળવદ : ચરાડવા ગામે જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઘનશ્‍યામભાઇ મહાસુખલાલ રાણપુરા(ઉ.વ.૫૬, મુળ રહે. ચરાડવા તા. હળવદ જી. મોરબી હાલ રહે. ૧૦બી જીવરાજપાર્ક સોસાયટી વેજલપુર રોડ, અમદાવાદ)એ ઇશ્વરભાઇ શામજીભાઇ પટેલ અને કેશવજીભાઇ ગાંડુભાઇ પટેલ (રહે. બંને ચરાડવા તા. હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ તા.૧૭/૦૯/૨૦૧૫ પહેલા ઘનશ્‍યામભાઇની માલીકીની સર્વે નં.૧૨૫૫ પેકી-૧ તથા ૧૨૫૬ પૈકી-૧ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે તેમજ આ જમીન પર આજ દિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!