Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ : ધનાળા ગામની સીમમાં ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવકનું મોત

હળવદ : ધનાળા ગામની સીમમાં ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવકનું મોત

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર કરશનભાઈ જેસિંગભાઇ કડીવાર (ઉ.વ.૩૫, રહે. રાયસંગપુર તા. હળવદ જી. મોરબી)એ ટ્રેકટર નં. જીજે-૩૬-આર-૯૩૫૫નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનાં ભાઈ મેહુલભાઈ સાહેદ દેવાભાઈનાં ટ્રેકટરમાં મજુરીકામે ગયેલ હોય અને ટ્રેકટરની લારીનાં ટાયરમાં પંચર પડતા ગત તા. ૪ના રોજ સાંજના ૬ વાગ્યાના અરસામાં ધનાળા ગામમાં તળાવ પાસે ઉભા હોય તે વખતે લારી સાથેનાં ટ્રેકટર નં. જીજે-૩૬-આર-૯૩૫૫નાં ચાલકે પોતાના કબ્જા વાળુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મેહુલભાઈને હડફેટે લઈ ઈજા પહોંચાડી મોત નિપજાવી પોતાનું ટ્રેકટર લઈ નાશી છુટ્યો હતો. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી ટ્રેક્ટરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!