Sunday, January 12, 2025
HomeNewsહળવદ માળીયા હાઇવે રોડ રણજીતગઢ ગામની સીમમાં વધુ એક બાઈકની થઈ ઉઠાંતરી

હળવદ માળીયા હાઇવે રોડ રણજીતગઢ ગામની સીમમાં વધુ એક બાઈકની થઈ ઉઠાંતરી

મોરબીમાં દ્વીચરીય વાહન ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. જેનાં કારણે છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હળવદ માળીયા હાઇવે રોડ રણજીતગઢ ગામની સીમમાં વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના મયુરનગરમાં રહેતા બાબુભાઇ પોપટભાઇ કણઝરીયા પોતાનું જી.જે.૧૩-કે.કે-૩૫૩૧ નંબરનું બ્લેક કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક હળવદ માળીયા હાઇવે રોડ રણજીતગઢ ગામની સીમમાં હરીક્રુષ્ણ ધામ મંદિર પાસે રોડની સાઇડમા ગત તા ૧૫/૧૨/૨૦૨૨ ના પાર્ક કરી રાત્રીના સમયે બહાર ગયા હતા. ત્યારે રાત્રીના અંધારાનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમે બાઈકનું કોઈ સાધન વડે હેન્ડલ લોક તોડી ફરિયાદીના બાઈકની ઉઠાંતરી કરી હતી. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!