હળવદ પંથકમાં ખેતીવાડીની જમીનમાં ખોટા દસ્તાવેજો અને જમીન કૌભાંડ ના બનાવો દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં બન્યો હતો હાલ હળવદમાં રહેતા અને તાલુકાના રાણેકપર ગામના ખેડૂત ખાતેદાર જયશ્રીબેન જયંતીભાઈ પટેલના નામની સર્વે નંબર ૧૪૫, ૧૪૧, ૧૫૧, ૧૪૯, અને ૧૪૦ સર્વે વાળી જમીન ૭ હેક્ટર ૭૬ ગુઠા ૨ ચોરસમીટર જેટલી કરોડો રૂપિયાની જમીન જયશ્રીબેન જયંતિલાલ પટેલ હળવદ વાળા નામે હતી તેઓ ગત તારીખ ૧૦/૮/૨૦૧૯ થી ૧૧/૧૧/૨૦૧૯ ભારતથી ઓસ્ટ્રેલિયા ગયેલ હતા ત્યારે પુત્ર ધવલ જયંતીભાઈ પટેલએ તારીખ ૧/૧૦/૨૦૧૯ ના રોજ હળવદના નોટરી પાસે આ જમીનનું મારા માતા જયશ્રીબેન મને આપી દીધી છે એવું ખોટું સોગંદનામું રજૂ કરીને મામલતદાર કચેરીમાં જમીન પોતાના નામે કરી દેતા ભોગ બનનાર ખેડૂત જયશ્રીબેન પટેલએ પુત્ર ધવલ જયંતિલાલ પટેલ તેમજ હળવદ નોટરી એન.સી.ગઢીયા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એ. દેકાવાડીયા ચલાવી રહ્યા છે.