મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા હળવદ પોલીસ સ્ટેશનનાં પીઆઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવી હોય જે અનુસંધાને આજરોજ પીએસઆઈ પી.જી.પનારા સહિતનો પોલીસ સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન બાતમી મળી હતી કે ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલા (રહે. સાપકડા) વાળાએ ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં રાખેલ છે અને વેચાણ કરે છે જે બાતમીના આધારે રેઈડ કરતા આરોપીના મકાનમાં ફળીયામાથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ કિં.રૂ ૪૬,૮૦૦/- નો મુદામાલ સાથે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલા (રહે. સાપકડા તા. હળવદ) વાળો મળી આવતા પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઘનશ્યામસિંહની અટકાયત કરી છે. આ કેસમાં આરોપી પીંટુભાઇ મથુરભાઇ રોજાસરા (રહે. ગામ ચુલી તા.ધાંગધ્રા જી.સુરેંદ્રનગર) વાળાનું નામ ખુલતાં તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.