Friday, April 19, 2024
HomeGujaratહળવદ : ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો સાથે એક...

હળવદ : ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકનાં પીઆઈ પી.એ. દેકાવાડીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામમાં રહેતા જયેશ ઉર્ફે બુટીયો બહાદુરભાઇ રાતૈયા (રહે ગોલાસણ) વાળાના રહેણાંક મકાનમાં રેઈડ કરતા આ જગ્યાએથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬૮ કિં.રૂ. ૫૦૪૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી જયેશ ઉર્ફે બુટીયો બહાદુરભાઇ રાતૈયાને ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. જ્યારે આ કેસમાં આરોપી અજય રૂડાભાઇ (રહે ગામ માથક તા. હળવદ જી. મોરબી) વાળાનું નામ ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આરોપી અજયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!