Friday, April 26, 2024
HomeGujaratહળવદ : રણકાંઠા વિસ્તારના લોકોને હવે નહીં પડે અગવડ, ટીકર ગામે કોવિડ...

હળવદ : રણકાંઠા વિસ્તારના લોકોને હવે નહીં પડે અગવડ, ટીકર ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. હળવદમાં પણ કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે હળવદનાં રણકાંઠા વિસ્તારનાં લોકોને કોરોનાની સારવાર અર્થે આમતેમ ભટકવું પડતું હતું. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં લઈ હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના ટીકર રણ ગામે સેવાભાવી યુવાનોની તમામ સમાજની ટીમ અને ગામના તમામ યુવાનો, વડીલો અને ગામના સામાજિક આગેવાનોના નેજા હેઠળ રાજેશભાઈ દેથરિયા, વિજયભાઈ એરવાડિયા, ધર્મેદ્રભાઈ, મનીષભાઈ દેથરીયા, મેહુલભાઈ એરવાડિયા, અશોકભાઈ દલવાડી, નાનજીભાઈ બકાલી, રમેશભાઈ દેથરીયા, મનસુખભાઇ બપોદરિયા તેમજ ટીકર ગામના તમામ યુવા સામાજિક આગેવાનોના સહકારથી હળવદ તાલુકાના ટીકર ગામે ટીકર પ્રાથમિક શાળા નંબર ૧માં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને પ્રાથમિક રાહત જેવી સુવિધા મળી રહેશે અને આ કોવીડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ તાલુકા આરોગ્ય ઓફિસર ભાવિન ભટ્ટી, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ટીકર સેવાભાવી ટીમ અને તેમજ ટીકર ગામનાં તમામ લોકો દ્વારા જહેમત ઊઠાવી આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!