વિજિલન્સના દરોડાના મેસેજ દરોડના કલાક પેહલા ખનીજ માફિયા સુધી પહોંચી ગયાની ચર્ચા:કોલ ડિટેલ ચેક કરી ખનીજ વિભાગના કે કોઈ પણ ખાતાના કર્મચારી ની સંડોવણી ખુલે તો ખનીજ ચોરીમાં મદદગારી કરી કહેવાય તો આરોપી તરીકે નામ જોડવા જોઈએ
હળવદ માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ૧૨.૬૦ કરોડ જેટલો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ સ્થળ પરથી ૩૧ આરોપી ને ઝડપી લેવાયા હતા જ્યારે ૨૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કુલ ૫૬ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અગાઉ વર્ષ ૨૦૦૫ ના ખનીજ વિભાગના કમિશ્નર ના પરિપત્ર અનુસાર આવી ખનીજ ચોરી ઝડપાય તો તે વિસ્તારના તલાટી મંત્રી અને તે ક્ષેત્રના ખનીજ વિભાગના કર્મચારી પણ જવાબદાર ગણાય
આ દરોડા પડતાની સાથે શિસ્ત નું પર્યાય પોલીસ ખાતા ને તો એક્શન લેવું જ પડ્યું અને હળવદના પીઆઇ ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરન્તુ ખાણ ખનીજ વિભાગ ની હજુ સુધી કોઈ કાર્યવાહી સામે આવી નથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની કોઈ જવાબદારી નથી ? તો પગાર શેનો અપાઈ રહ્યો છે? અને જો જવાબદારી છે તો ખનીજ ચોરી બન્ધ કેમ નથી થતી અને આવડી મોટી ખનીજ ચોરી ઝડપાય છે અને છતાં પણ ખાણ ખનીજ વિભાગ ના જવાબદાર અધિકારીઓને ઉની આંચ પણ આવી નથી શા માટે ?અગાઉ વર્ષ ૨૦૦૫ માં એક પરિપત્ર થયેલ હતો જેમાં ખુદ ખનીજ વિભાગના કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેરકાયદેસર ખનીજચોરી પર તલાટી મંત્રી અને ખનીજ વિભાગે નજર રાખવાની હોય છે અને છતાં જો ખનીજ ચોરી થાય તો તલાટી મંત્રી અને ખનીજ વિભાગના કર્મચારી જવાબદાર ગણાય જેથી હજુ સુધી ખનીજ વિભાગ કે તલાટી મંત્રી પર પગલાં લેવાયા નથી ત્યારે આનો એક જ મતલબ કાઢી શકાય કે કદાચ હપ્તા ઉપર સુધી પહોંચતા હશે એટલે જો નીચેના અધિકારી બિરુધ પગલાં લેવાય તો બધા ની પોલ ખુલી જાય એટલે કદાચ પગલાં નહિ લેવાતા હોય પરંતુ સરકાર પણ આ મામલે ધ્યાન નથી આપી રહી એ ચોક્કસ જણાઈ આવે છે.
ઝડપાયેલા લોકો અને આ ખનીજ ચોરી ચલાવતા મુખ્ય આરોપીઓ ના કોલ ડિટેલ ચેક કરવામાં આવે તો ખાણ ખનીજ વિભાગ નું “કર્તવ્ય’ કઈ તરફ થઈ રહ્યું છે તે ચોક્કસ સામે આવી શકે છે કેમ કે સ્ટેટ વિજિલન્સ ના દરોડા ના મેસેજ પણ ક્યાંક ને કયાંક ખનીજ માફિયાઓ ના વોટ્સએપ ગૃપમાં વાયરલ થયાં હતાં તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.