Monday, November 25, 2024
HomeGujaratહળવદ : કારમાંથી ઓઇલ લીક થાય છે તેમ કહી ગઠીઓ પીએમ આંગડિયાના...

હળવદ : કારમાંથી ઓઇલ લીક થાય છે તેમ કહી ગઠીઓ પીએમ આંગડિયાના 40 લાખ રૂપિયાનો થેલો ઉઠાવી છૂમંતર

હળવદ શહેરની એસબીઆઈ બેંક પાસેથી કારમાંથી ઓઈલ લીક થાય છે તેમ કહી ગઠીઓ 40 લાખ રૂપિયાનો થેલો લઈ હવામાં ઓગળી જતા ભાગદોડ મચી ગઇ છે. જેની જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદની એસબીઆઈ બેંક પાસે રહેલી કારમાંથી ઓઈલ લીક થાય છે તેમ કહી ગાઠિયાએ પીએમ આંગડિયાના કર્મીની નજર ચૂકવી હતી. ત્યારબાદ કારની પાછળની સીટમા રહેલા રૂપિયાનો થેલો લઈ ગઠીઓ ફરાર થઈ ગયો હતો અંદાજે 40 લાખ રૂપિયા જેવી માતબાર રકમની ઠગાઈ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસે જુદી જુદી દીશામાં સીસીટીવી ચેક કરી આરોપીની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ આરંભયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!