Sunday, June 14, 2026
HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતમાં ચાની હોટલે બબાલ, સામસામી ફરિયાદમાં ૧૧ સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં જૂની અદાવતમાં ચાની હોટલે બબાલ, સામસામી ફરિયાદમાં ૧૧ સામે ગુનો નોંધાયો

‘મારી સામે કાતર કેમ મારે છે’ તે બાબતે બોલાચાલી બાદ મારામારી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના માર્કેટચોક ખાતે આવેલી કનૈયા ટી સ્ટોલ પાસે જૂની અદાવતના કારણે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી. બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૧૧ શખ્સો વિરુદ્ધ મારામારી, ધમકી, ગાળાગાળી, ગેરકાયદેસર મંડળી રચવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર શહેરના માર્કેટચોક વિસ્તારમાં આવેલી કનૈયા ટી સ્ટોલ પાસે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે. બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે કુલ ૧૧ શખ્સો સામે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રથમ પક્ષની ફરિયાદમાં સીપાઈ શેરીમાં રહેતા એજાજ ગુલાબભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી જે, તે પોતાના મિત્ર સાથે કનૈયા ટી સ્ટોલે ચા પી રહ્યો હતો ત્યારે આરોપી વિશાલ ઉર્ફે વિશ્વદીપ ગાંડુભાઈ ડાભી, ભુરો તથા મીલન રમેશભાઈ રાજગોર ત્યાં આવ્યા હતા. અને આ દરમિયાન ‘તું મારી સામે કાતર કેમ મારે છે’ કહી બોલાચાલી બાદ ત્રણેય શખ્સોએ તેને ઢીકા-પાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે ભરવાડપરામાં રહેતા વિશ્વદીપભાઈ ગાંડુભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એજાજ ઉર્ફે ડાડલી તેની સામે કાતર મારતો હોવાથી તેણે કારણ પૂછતાં એજાજ ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી દરમિયાન ચાની હોટલમાંથી સાણસી લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત એજાજે કોલર પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી એજાજ ઉર્ફે ડાડલી, તેનો ભાઈ, મહમદ હુસેન લાખા, નિખિલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ, આફતાબ લાખા અને અલફાઝ માણેક સહિત આઠ શખ્સો લોખંડના પાઈપ, છરી અને ધારીયા જેવા હથિયારો સાથે ભરવાડપરા વિસ્તારમાં ધસી આવ્યા હતા. જોકે પોલીસની ગાડી પહોંચી જતાં તેઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારામારી, ધમકી, ગાળાગાળી, ગેરકાયદેસર મંડળી રચવા તેમજ હથિયારબંધી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!