હળવદ પોલીસ દ્વારા છેલ્લા પાંચેક મહિનાથી ભોગ બનનારને લઇ નાસતો ફરતા આરોપીને હળવદ પોલીસે ઓરીસ્સા ખાતેથી હસ્તગત કર્યા છે. અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
હળવદ પોલીસનાં જણાવ્યા અનુસાર, પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં સગીર બાળાને ભગાડી જવાના બનાવોમાં સગીર બાળાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલે આયોજન કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. ટાપરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઇ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેનને છેલ્લા પાંચેક મહિનાથી હળવદ પોલીસ સ્ટેશને આરોપી સનતકુમાર ઉર્ફે મુન્નાભાઇ ઉમાકાંત વિરુદ્ધ ભોગ બનનારને ભગાડી લઇ જવા અંગે ગુનો નોંધાયેલો છે. જેથી ઓરીસ્સા ખાતે ટોમ મોકલતા આરોપી તથા ભોગ બનનારને ઓરીસ્સાના બાલેશ્વર ખાતેથી પકડી હસ્તગત કરી હળવદ લઇ આવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ભોગ બનનાર ને તેના પરિવાર જનો ને સોંપવામાં આવી છે.