Thursday, January 23, 2025
HomeGujaratહળવદ પોલીસે ચાર બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:આરોપીની શોધખોળ

હળવદ પોલીસે ચાર બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:આરોપીની શોધખોળ

મોરબી જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી દારૂ વેપાર બેફામ બની રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે જેને લઇને પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે જે પ્રકારે સતત ડ્રગ્સ અને દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે. તે એક ચિંતાનું કારણ બન્યું છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસ દ્વારા કે.ટી.મીલ પાસે રેડ કરી દારૂની ચાર બોટલો મળી કુલ રૂ.૧૨૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કે.ટી.મીલ ખાતે ઇલ્યાસ ગફુરભાઇ ભટ્ટી વાળાના મકાન પાછળ આવેલ ખુલ્લી પડતર જગ્યામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે હકીકતના આધારે હળવદ પોલીસે રેડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ Officer’s Choice Classic Whisky 750 ml ની રૂ.૧૨૦૦ની કિંમતની કુલ ૪ બોટલો મળી આવી હતી. પરંતુ રેડ દરમ્યાન આરોપી અમીન અનવરભાઇ મિયાણા હાજર નહી મળી આવતા પોલીસે તેનાં વિરુદ્ધ પ્રોહિ એકટ કલમ ૬૫ એ,એ, ૧૧૬ બી મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!