Sunday, April 28, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને શોધી કાઢતી હળવદ...

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને શોધી કાઢતી હળવદ પોલીસ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ગૌસ્વામીએ મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે કાર્યવાહિ કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને શોધી કાઢ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કે એમ.સોલગામાને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે સાથેના પોલીસ સ્ટાફ સાથે તા.૧૬/૧૨/૨૦૨૨ ના રોજ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા ખાતે વોચમાં હતા. દરમ્યાન એક મોટર સાઇકલ ધ્રાંગધ્રાથી હળવદ તરફ શંકાસ્પરદ રીતે આવતા મળી આવેલ જેને સાથેના સ્ટાફના માણસોથી રોકી હળવદમાં જી.આઈ.ડી.સીમાં ડિવીજન પાછળ રહેતા અક્ષયભાઈ રાજેશભાઈ કોપેણીયા નામના શખ્સની સઘન પુછપરછ કરતા મોટર સાઇકલનાં કાગળો બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા હેડ કોન્સ્ટેબલ, કે.એમ.સોલગામા નાઓએ પોકેટ કોપના માધ્યમથી ચેચીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરતા મોટર સાઇકલના ઓર્નર બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા મજકુર ઈસમને પોલીસ સ્ટેશન લાવી સઘન પુછપરછ કરતા મોટર સાઇકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરેલા હોવાની કબુલાત આપતા ચોરીનું મોટર સાઇકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!