Monday, May 13, 2024
HomeGujaratસંરક્ષણ દળમાં જોડાવા માંગતા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની...

સંરક્ષણ દળમાં જોડાવા માંગતા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન

તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂમાં અરજી કરવી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાઇ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા હેતુસર નવેમ્બર -૨૦૨૨ માં રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગનો સમયગાળો ૧૫(પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાસક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડની નકલ, એડમીટ કાર્ડની નકલ, ર પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા.૨૬/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી – મોરબી ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી –મોરબીનો સંપર્ક કરવા કે કચેરીના કોલ સેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ માં ફોન કરવા જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!