હળવદના મેન બજારમાં હાદૅ સમા સરા નાકા પાસે હળવદ નગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન રીપેરીંગ બાબતે છેલ્લા ત્રણ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હળવદની મેઈન બજાર અને હાલમાં લગ્નની મોસમ પૂરબહારમાં હોવાથી રસ્તાની વચ્ચો વચ્ચ ખાડો ખોદવામાં આવેલ છે. જે છેલ્લા ૩ દીવસથી ખુલ્લો હોવાથી લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાજુમાં બ્રાહ્મણ ભોજન શાળા આવી હોવાથી લોકો અહીંથી પસાર થવું મુશ્કેલ છે.
હળવદમાં લગ્નની સીઝન પુર બહારમાં હોવાથી લગ્નના ફુલેકા વરઘોડાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફીક સમસ્યા પણ સર્જાય છે. નગરપાલિકાના અણઘડ વહીવટથી છેલ્લા ત્રણ દિવસથી ખોદવામાં આવેલો ખાડો હજી સુધી બુરવામાં ના આવતા લોકો વેપારીઓ શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક ધોરણે ખાડો બુરવામાં આવે તેવી હળવદ શહેરીજનોની માગણી ઉઠવા પામી છે.