Saturday, April 27, 2024
HomeGujaratહળવદ : કરાચી કોલોનીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ : કરાચી કોલોનીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં કરાચી કોલોનીમાં જનકસિંહ ચંદ્રસિંહ ઝાલાના મકાનમાં ગેરકાયદે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી સ્થળ પરથી આરોપીઓ જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, જાવેદભાઇ એહમદભાઇ કલાડીયા, જનકભાઇ ગુણવંતરાય પંચોલી, સંજયભાઇ ગીરધરભાઇ ગાંધી, પ્રફુલભાઇ દિવ્યેશ્વરભાઇ મહેતા, અનીલભાઇ કેશવલાલ સોલંકી અને સુરેશભાઇ કાંતીભાઇ ચાવડાને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૮,૮૫૦/- કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!