Thursday, March 28, 2024
HomeGujaratમોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે વૃદ્ધને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી...

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે વૃદ્ધને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા (આમરણ) ગામે આવેલ ઉમીયાનગર સોસાયટીમાં રહેતા નારાયણભાઇ દામજીભાઇ કાસુન્દ્રા (ઉં.વ.૭૦) એ આરોપીઓ કીરીટભાઇ મગનભાઇ, રમેશભાઇ મગનભાઇ, મીત કિરીટભાઇ તથા મનોજભાઇ (રહે.બધા પાલનપુર જી.બનાસકાંઠા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ બેલા (આમરણ) ગામે આરોપીઓએ ફરીયાદી સાથે રુત્વીને તેડી જવા બાબતે માથાકૂટ કરી ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે લાકડી મારી સામાન્ય ઈજા કરી તથા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી તેમજ ફરીયાદી તથા સાહેદને જાનથી મારે નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ સામે IPC કલમ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!