Friday, December 27, 2024
HomeGujaratહળવદ : સરકારી કર્મચારીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ

હળવદ : સરકારી કર્મચારીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જાનીફળીમાં રહેતા યોગેશભાઈ હરીશસિંહજી ચૌહાણ (ઉ.વ.૪૦) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ કોરોનાની સારવાર અર્થે કુટુંબ સાથે પોતાના પિતાનાં ઘરે અમદાવાદ ગયેલ હોય દરમ્યાન તા. ૧૯ એપ્રિલ થી ગઈકાલે તા. ૨ દરમ્યાન કોઈ સમયે મકાનનાં દરવાજાનો નકુચો તોડી મેઈન હોલની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં રાખેલ પતરાની તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના જેમાં સોનાનું મંગળસુત્ર નંગ-૧ બે તોલાનું તથા સોનાના ચેન નંગ-૩ તથા સોનાની કાનમાં પહેરવાની બુટી ૬ જોડી નંગ-૧૨ જે ત્રણ તોલા વજનની તથા નાકમાં પહેરવાની સોનાની નથણી નંગ-૧૦ તથા નાના છોકરાને હાથમાં તથા પગમાં પહેરવાની ચાંદીની કડલીઓ નંગ-૪ તથા ચાંદીના કંદોરા નંગ-૨ તથા ચાંદીના જુનવાણી સિક્કા નંગ-૧૦ તથા ચલણી સિક્કા રૂ.૨૦૦૦/- ના તથા નાના છોકરાના ગલ્લા નંગ -૨ જેમાં બચત કરેલ રૂ.૫,૦૦૦/- મળી અંદાજે કિ.રૂ. ૧૭૭૨૦૦/- ની મતાની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!