Sunday, December 29, 2024
HomeGujaratહળવદ : ઢવાણા ચોકડી પાસે એસ.ટી.બસનાં ચાલકે હડફેટે લેતાં પરિણીતાનું મોત, ફરિયાદ...

હળવદ : ઢવાણા ચોકડી પાસે એસ.ટી.બસનાં ચાલકે હડફેટે લેતાં પરિણીતાનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઈશ્વરભાઈ નાજાભાઈ કલોત્રા (ઉ.વ.૪૦, ધંધો પશુપાલન, રહે. રામપરા તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર)એ એસ. ટી. બસ નં. જીજે-૧૮-ઝેડ-૫૨૬૨નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૫નાં રોજ સવારે સવા અગિયાર વાગ્યાનાં સમયે ફરિયાદી તથા તેનાં પત્ની બજાજ પ્લેટીના મો.સા.નં. જીજે-૧૩-બીબી-૮૭૫૯ પર ચોકડી ક્રોસ કરી રહ્યા હતા દરમ્યાન એસ. ટી. બસ નં. જીજે-૧૮-ઝેડ-૫૨૬૨નાં ચાલકે બસ ફુલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી હળવદ તરફથી આવી ફરિયાદીનાં મો.સા.ને પાછળના ભાગે ટક્કર મારતા ફરિયાદી તથા તેનાં પત્ની પુરીબેન(ઉ.વ.૪૦) ને રોડ પર પાડી દેતાં ફરિયાદીને માથાનાં ભાગે તથા પગનાં ભાગે ઈજાઓ કરી હતી જ્યારે ફરિયાદીનાં પત્ની પુરીબેનને શરીરે ગંભીર ઉજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!